Video: ભરૂચ એસટી વિભાગને દિવાળીએ ફળ્યો લાભ, વધારાની બસોથી 33 લાખથી વધુની આવક

સોર્સ: gstv

દિવાળી પર્વ ભરૂચ એસટી વિભાગ માટે ફળદાયી સાબિત થયું છે. દિવાળી દરમિયાન વતન તરફ જતાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં એસટી વિભાગ દ્વારા 160 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી. ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરોએ એસટી સેવાનો બહોળો લાભ લીધો હતો. મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલી આ વધારાની વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના પરિણામે દિવાળી પર્વ દરમિયાન ભરૂચ એસટી વિભાગને 33 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. વધારાની બસોના સંચાલનથી મુસાફરોની સુવિધા સાથે એસટી વિભાગની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત