Video: ચાલુ બસે હાર્ટ એટેક આવતા ડ્રાઈવરનું મોત

સોર્સ: gstv

અમદાવાદના ધંધુકા નજીક ચાલુ બસે હાર્ટ એટેક આવતા ડ્રાઈવરનું મોત થયુ છે અને બસનો અકસ્માત થયો હતો. અમદાવાદના એક જ પરિવારના ૧૦ સભ્યો સાળંગપુર દર્શન કરીને મીની બસ દ્વારા પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ધંધુકા નજીક ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ અટેક આવ્યો હતો..જેથી તેણે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો..અને આ બસ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં ધસી ગઈ હતી. આ અકસ્માતને કારણે ભારે અફરા-તફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે, સદનસીબે બસમાં સવાર તમામ ૧૦ મુસાફરો તેમજ રેસ્ટોરન્ટમાં હાજર લોકોનો આબાદ બચાવ થયો હતો.. અકસ્માત બાદ ડ્રાઇવરને તુરંત જ ધંધુકાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત