Video: તમિલનાડુના ચેંગલપટ્ટુમાં જીએસટી રોડ પર ભારે ટ્રાફિકજામ, દિવાળીની રજાઓ પૂરી કરીને લાખો લોકો ચેન્નાઈ પરત ફર્યા

સોર્સ: gstv

રજાઓ પૂર્ણ થતાં જ હજારો વાહનો એકસાથે રસ્તા પર ઉતરી આવતા માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે. પીક અવર્સમાં આ સ્થિતિ સર્જાઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટ્રાફિકન ખૂબ જ વધી જવાના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો. આ સ્થિતિને કાબૂમાં લેવા અને વાહનવ્યવહારને પૂર્વવત કરવા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવી પડી, જેથી લોકોને સુચારુ માર્ગ વ્યવસ્થા મળી શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત