Video: 400 વર્ષ જૂની પરંપરા જીવંત

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના શિમલાના ધામી ગામમાં 400 વર્ષથી વધુ જૂની પથ્થરમારાની પરંપરા આજે પણ જીવંત છે. દર વર્ષે યોજાતા આ અનોખા મેળામાં પરંપરાગત રીતે પથ્થરમારાની પ્રથા નિભાવવામાં આવે છે. આ મેળો સ્થાનિક સંસ્કૃતિ અને ઐતિહાસિક પરંપરાનું પ્રતીક બન્યો છે. ખાસ વાત એ છે કે હવે યુવા પેઢી પણ આ પરંપરાને આગળ વધારવા માટે જોડાઈ રહી છે. નવી પેઢીના સહભાગથી સદીઓ જૂની આ પરંપરાનું જતન થઈ રહ્યું છે. ડ્રોન કેમેરામાં મેળાના ભવ્ય દ્રશ્યો કેદ થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત