Video: બારડોલી સામૂહિક હત્યાકાંડમાં એક આરોપી ઝડપાયો, 6 લોકોને નહેરમાં ફેંકાયા હતા

સુરત જિલ્લાના બારડોલીમાં શ્રમજીવી પરિવારને નહેરમાં નાખી દેવાના સામૂહિક હત્યાકાંડની ચોંકાવનારી ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ દયાનંદ ઉર્ફે ખંડ્યો સંભાજી ભડાને હોવાનું સામે આવ્યું છે, જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરોલ તાલુકાનો રહેવાસી છે. આરોપી દયાનંદ ઉર્ફે ખંડ્યાએ અન્ય સાથી આરોપીઓ સાથે મળીને શ્રમજીવી પરિવારને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. એક જ પરિવારના 6 લોકોને નહેરમાં ફેંકી દેવાની આ ભયાનક ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે બાળકો લાપતા બન્યા છે અને 13 વર્ષીય કિશોરનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ બારડોલી પોલીસે ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.
જાહેરાત













