Video: સુરતના બારડોલીમાં નહેરમાં પરિવારને ફેંક્યાનો આરોપ, માતા-પિતા સહિત ત્રણનાં મોત

સોર્સ: gstv

મહારાષ્ટ્રના જળગાંવ નજીકનો શ્રમજીવી પરિવાર કારમાં સુરત તરફ મજૂરીકામ માટે નીકળ્યો હતો. આ દરમિયાન બારડોલીના ઉવા ગામ નજીક નહેર પાસે અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ પરિવારને નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધાનો આરોપ છે. ઘટનામાં મહુવાના ડુંગરી ગામ નજીક નહેરમાંથી માતા, પિતા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, પરિવારના 13 વર્ષીય કિશોરના હાથમાં નહેરમાં રહેલી પાઇપ આવી જતાં તેનો બચાવ થયો હતો. ખંડીયો, આભો, બંટી સહિત ચાર શખ્સો વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત