Video: જામનગર-અમૃતસર નેશનલ હાઈવે પર ભારતીય સેનાના ચાર એરક્રાફ્ટનું

જામનગર-અમૃતસર નેશનલ હાઈવે એટલે કે ભારતમાલા રોડ પર ભારતીય સેનાએ અનોખું સાહસિક અભિયાન હાથ ધર્યું હતું. જામનગરના બકુત્રા ટોલ પ્લાઝા નજીક હાઈવે પર ચાર એરક્રાફ્ટનું સફળતાપૂર્વક અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોની ટીમ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં હાઈવેની ક્ષમતા અને કટોકટીના સમયે વૈકલ્પિક લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે તેના ઉપયોગની સંભાવનાઓ દર્શાવવામાં આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા ચકાસવાની સાથે યુવાનોમાં એડવેન્ચર એરો સ્પોર્ટ્સ અંગે જાગૃતિ ફેલાવવી આ અભિયાનનો હેતુ છે. આ ઉપરાંત યુવાનોને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાહેરાત











