Video: મેઘરજના માલપુર રોડ પર સરકારી હોસ્પિટલ સામે ભાજપ યુવા પ્રમુખની કારમાં આગ

મેઘરજના માલપુર રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ સામે એક દુકાનની આગળ ઉભેલી કારમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કાર મેઘરજ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પિયુષ લબાણાની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાર્ક કરેલી ગાડીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ છે.
જાહેરાત











