Video: માલપુરના ગોવિંદપુરમાં જમીન વિવાદમાં મારામારી

સોર્સ: gstv

અરવલ્લીના માલપુર તાલુકાના ગોવિંદપુરમાં ખેતર ખેડવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા બે શખ્સોએ એક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આરોપીઓએ અશ્લીલ ગાળો ભાંડી ગડદાપાટુનો માર માર્યા બાદ દાતરડા વડે હુમલો કરતા ખેડૂતને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ઈજાગ્રસ્ત પિતા વતી પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે માલપુર પોલીસે એક મહિલા અને એક પુરુષ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ખેતરમાં થયેલી આ સમગ્ર મારામારીની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત