Video: અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીએ જૂના જોગીઓને બોલાવતા અનેક તર્કવિતર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ભાજપના જુના જોગીઓને મળ્યા હતા. ગાંધીનગર જતાં પહેલા એરપોર્ટ પર દિપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા અને પ્રદીપ પરમાર સાથે ચર્ચા કરી હતા. જેને લઈ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બાદમાં એરપોર્ટથી તેઓ ગાંધીનગર લોકભવન પહોંચ્યા હતા. લોકભવનમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની આ ડિનર બેઠકને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
જાહેરાત








