Video: દાહોદમાં વિકાસકામોની ગેરરીતિ બદલ ત્રણ સરપંચો સામે કાર્યવાહી, જિલ્લા વિકાસ અધિકારીનો મોટો હુકમ

દાહોદ જિલ્લામાં મનરેગા સહિતના વિકાસકામોમાં ગેરરીતિ બદલ ત્રણ ગ્રામ પંચાયતના સરપંચો સામે મોટી વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે 23 નવેમ્બર 2026ના રોજ હુકમ કરીને દેવગઢ બારિયાની રેઢાણા અને ધાનપુરની સીમામોઈ તથા ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચોને હોદ્દા પરથી દૂર કર્યા છે. તપાસ દરમિયાન રેઢાણામાં 39, સીમામોઈમાં 48 અને ભાણપુરમાં 19 વિકાસકામોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં મંજૂર કામો અને સ્થળની વાસ્તવિક સ્થિતિ વચ્ચે વિસંગતતા, અધૂરાં કામો તેમજ દસ્તાવેજી ખામીઓ સામે આવી હતી.
જાહેરાત












