Video: ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દર્દીના સગાઓનો હુમલો, કાચનો ગેટ તૂટ્યો અને ગાર્ડ ગંભીર ઇજાગ્રસ્ત

ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દી ચંદ્રિકાબેનના સગાઓએ સિક્યુરિટી ગાર્ડ નીતિન અશોકભાઈ ચૌહાણ સાથે માથાકૂટ કર્યા બાદ તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલના કાચના ગેટ સાથે જોરદાર અથડાયા હતા. આ ઘટનામાં કાચનો ગેટ તૂટી ગયો હતો અને ગાર્ડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત













