Video: જેતપુરમાં ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બે સિંહણનાં મોત, વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણનાં મોત થયાની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પર પસાર થઈ રહેલી બે સિંહણ ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી હતી. એકસાથે બે સિંહણનાં મોતના સમાચારથી વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યારે જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ રવાના થયા છે. ઘટનાના સમાચાર ફેલાતાં સ્થળ પર સ્થાનિક લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.

આ સમાચાર શેર કરો

જાહેરાત