અમદાવાદ રેલવે સ્ટેશન પર પાર્કિંગની જગ્યા બદલાઈ, હવે અહીં કરવું પડશે વાહન પાર્ક!

અમદાવાદ રેલવે સ્ટેશન પર પાર્કિંગની જગ્યા બદલાઈ, હવે અહીં કરવું પડશે વાહન પાર્ક!
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

અમદાવાદ રેલવે સ્ટેશન પર વાહન લઈને આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીને પગલે પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એલિવેટેડ રોડ સાથે જોડાયેલી પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરતા મુસાફરોએ હવે પાર્કિંગ માટે નવું સ્થળ પસંદ કરવું પડશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (North MMTH)ના બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને સરળતાથી આગળ વધારવા માટે રેલવે તંત્ર દ્વારા એલિવેટેડ રોડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરાત

હવે ક્યાં મળશે પાર્કિંગની સુવિધા?

એલિવેટેડ રોડ સાથે જોડાયેલી પાર્કિંગ સુવિધાને હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (South MMTH) બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે. એટલે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર વાહન પાર્ક કરવા આવતા મુસાફરોએ હવે સાઉથ MMTH બિલ્ડિંગમાં પાર્કિંગ કરવાનું રહેશે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને નવી પાર્કિંગ વ્યવસ્થાનો ઉપયોગ કરવા અને સ્ટેશન પર લગાવવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક અને વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવાના હેતુથી રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મુસાફરોને હાલાકી ન પડે તે માટે પાર્કિંગ વ્યવસ્થામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત