Video: નવસારીના દુધિયા તળાવ વિસ્તારમાં ચોથી વાર દબાણ હટાવ્યું, રસ્તો બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે?

નવસારીના દુધિયા તળાવ વિસ્તારમાં ફરી એકવાર મહાનગરપાલિકાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વલ્લભ એસ્ટેટની સામે આવેલી માર્જિનની જગ્યામાં દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણને વારંવાર સૂચના આપવા છતાં દૂર કરવામાં ન આવતા મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. એક જ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચોથી વખત ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, વારંવાર દબાણ હટાવવાની કામગીરી છતાં દુધિયા તળાવ વિસ્તારમાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ નથી. સાંજના સમયે આ વિસ્તારમાં સર્જાતા ટ્રાફિકથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ખુલ્લી કરાવવામાં આવેલી જગ્યામાં વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
જાહેરાત













