Video: કચ્છના ગાંધીધામની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થયાનો આક્ષેપ, મહેશ્વરી સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

આ ઘટનાના વિરોધમાં સમસ્ત ગાંધીધામ કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજે રેલી યોજી હોસ્પિટલ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત મુજબ ભરત પાતારીયાની એન્ડોસ્કોપી બાદ લોહી વહેવાનું ચાલુ રહેતા એન્જીયોગ્રાફી કરાઈ હતી. શરૂઆતમાં તબિયત સારી હોવાનું કહ્યા બાદ સવારે સ્થિતિ ગંભીર ગણાવી દર્દીને અમદાવાદ કે રાજકોટ લઈ જવા જણાવાયું હતું. પરિવારનો આક્ષેપ છે કે બિલ ચૂકવ્યા બાદ પણ દર્દીને બહાર લઈ જવામાં બેથી ત્રણ કલાકનો વિલંબ થયો હતો અને તે સમયે ઓક્સિજનનો બાટલો પણ ઉપલબ્ધ નહોતો, જેના કારણે યુવકનો જીવ ગયો છે.
જાહેરાત















