Video: ગાંધીનગરમાં ખેલ સહાયકોના આંદોલનનો સાતમો દિવસ, કાયમી કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો

19 મહિના પહેલાં અપાયેલું કાયમી ભરતીનું આશ્વાસન પોકળ સાબિત થતાં અને વેકેશનમાં પગાર બંધ રહેતા સહાયકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં 5 હજાર 700 જગ્યા વિરુદ્ધ માત્ર 1 હજાર 757 સહાયકો કાર્યરત છે. અગાઉ 32 દિવસના આંદોલન બાદ ફરી મેદાને ઉતરેલા સહાયકોએ ખેલ અભિવૃદ્ધિ કસોટી SGFI અને ખેલ મહાકુંભની કામગીરીના સર્વેના આધારે કાયમી નિમણૂકની માંગ કરી છે. ખેલ સહાયક નિશ્ચિત પંડ્યાએ સરકારને સ્પષ્ટ લલકાર કર્યો છે કે અમને ભીખ નહિ, મહેનતનો હક જોઈએ.... જો લાયક હોઈએ તો કાયમી કરો નહીંતર અમારી જરૂર નથી.
જાહેરાત














