Video: દેવગઢ બારીઆમાં વીજ પોલની કામગીરી દરમિયાન વિવાદ, વીડિયો વાયરલ

દેવગઢ બારીઆના ડુંગરી ફળિયામાં આંગણવાડીના નવા વીજ કનેક્શન માટે વીજ પોલ ઊભો કરવા સ્થળ તપાસ દરમિયાન વીજ કંપનીના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલે કર્મચારીઓ સાથે ગાળાગાળી, ઝપાઝપી અને ધમકી આપવા ઉપરાંત કર્મચારીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધાના આક્ષેપ સાથે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ઘટનાના વીડિયો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે, ત્યારે MGVCLના નાયબ ઇજનેરે સોહીલખાન જાહિદખાન પઠાણને આરોપી દર્શાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટના અંગે શું વધુ વિગતો સામે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
જાહેરાત













