ગાંધીનગરમાં GSACSના કર્મચારીઓની સરકાર સામે ઉગ્ર રજૂઆત, પડતર પ્રશ્નો ઉકેલવા માગ

GSACSના કર્મચારીઓએ લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. કર્મચારીઓએ NACOના Office Memorandum અને Operational Guidelinesનો ગુજરાતમાં યોગ્ય અમલ કરવાની માગ કરી છે. વર્ષ 2021થી અત્યાર સુધીના પગાર સુધારા અને પગાર કપાતનું ઓડિટ કરવા તેમજ ઇન્ક્રીમેન્ટ અને પે-રિવિઝનમાં થયેલા વિલંબની તપાસ કરવાની રજૂઆત કરાઈ છે. GSACSના પ્રોજેક્ટ ડિરેક્ટર અને જવાબદાર અધિકારીઓની ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની પણ માગ છે. આ ઉપરાંત નોકરીની સુરક્ષા, રજા, પગારની સમાનતા, આરોગ્ય સુરક્ષા અને બેંકિંગ લાભો આપવાની માગ ઉઠી છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા કર્મચારીઓમાં નારાજગી છે. માગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક રજા, ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ છે.
જાહેરાત













