સાબર ડેરીના વહીવટ સામે પશુપાલક સંગઠન મેદાને, વહીવટદારની નિમણૂકની માગ
સાબર ડેરીના વહીવટમાં કથિત ગેરરીતિઓના આક્ષેપ સાથે પશુપાલક સંગઠને સરકાર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માગ ઉઠાવી છે. સંગઠનના સંયોજક-પ્રમુખ ઉત્તમ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીને મળવા પહોંચ્યું હતું, જોકે મુલાકાત થઈ શકી નહોતી. સંગઠને સાબરદાણના ઉત્પાદન, કાચા માલની ખરીદી અને સપ્લાય વગર પેમેન્ટ ચૂકવવાના આક્ષેપો કર્યા છે. અન્ય દૂધ સંઘોની સરખામણીએ બારદાન ઊંચા ભાવે ખરીદાતાં હોવાનો પણ દાવો કર્યો છે. અગાઉ રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થતાં હવે સાબર ડેરીમાં વહીવટદારની નિમણૂક કરવાની માગ કરવામાં આવી છે. ખરીદી અને સપ્લાય પ્રક્રિયાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતમાં સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માગ ઉઠી છે.
જાહેરાત













