સાબરકાંઠામાં પ્રેમી ASIથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે ઘરે બોલાવીને કરી હત્યા, ચાર લોકોની ધરપકડ

સાબરકાંઠામાં પ્રેમી ASIથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે ઘરે બોલાવીને કરી હત્યા, ચાર લોકોની ધરપકડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાન કથળતી સ્થિતિ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI)ની હત્યાની હત્યાની ઘટના સામે આવી છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે હત્યાનો આરોપ અન્ય કોઈ પર નહીં, પરંતુ મૃતક ASIની સાથે જ ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ પર જ લાગ્યો છે. પ્રેમ સંબંધનો કરુણ અંત લાવવા અને આ સંબંધથી છુટકારો મેળવવા માટે મહિલા પોલીસકર્મીએ પોતાના ભાઈ અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

નદી કિનારે મળી હતી અર્ધબળેલી કાર અને હાડકાંના અવશેષો

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, મૃતક ASIની ઓળખ અરાવલી જિલ્લાના ભિલોડા તાલુકાના જીંઝોડી ગામના રહેવાસી તરીકે થઈ છે. જેઓ ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. 8 નવેમ્બરના રોજ રાત્રે ASI પોતાની ફરજ પર જવા માટે કારમાં નીકળ્યા હતા, પરંતુ તેઓ પરત ફર્યા ન હતા. પરિવારે બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ આખરે 10 નવેમ્બરે ભિલોડાના પાદરા ગામ પાસે હાથમતી નદીના કિનારે એક અર્ધબળેલી કાર મળી આવી હતી. આ કારની અંદરથી માનવ શરીરના બળેલા અવશેષો અને હાડકાં મળી આવ્યા હતા. મૃતકના પિતા દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ અવશેષો તેમના પુત્રના જ છે.

પ્રેમ સંબંધનો વિવાદ બન્યો હત્યાનું કારણ

પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા કોન્સ્ટેબલે પોતાના ગુનાની કબૂલાત કરી છે. 8 નવેમ્બરની રાત્રે મહિલાએ ASIને પોતાના ચિથોડા સ્થિત ભાડાના મકાન પર વાતચીત કરવાના બહાને બોલાવ્યા હતા. જ્યાં ASI રાત્રે ત્યાં રોકાયા હતા, અને તે જ રાત્રે મહિલાએ તક ઝડપીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે એક યોજના ઘડવામાં આવી હતી. હત્યાના બીજા દિવસે સવારે મહિલાએ પોતાના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. જે પોતાના પિતરાઈ ભાઈ સાથે ત્યાં પહોંચ્યો હતો.

આ ત્રણેય આરોપીઓએ મળીને મૃતકના મૃતદેહને એક મોટા બોરામાં પેક કરી દીધો અને આખો દિવસ ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો. ત્યારબાદ, પુરાવાઓથી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક સુચારુ પ્લાન બનાવ્યો. મહિલાના ભાઈએ ASIની કારને કનાદાર ગામના પાદરા વિસ્તારમાં એક મંદિર નજીક જંગલમાં મૂકી દીધી, આ પછી કાર ત્યાં મૂકી તે ચિથોડા પરત ફર્યો હતો.

રાત્રે પેટ્રોલ છાંટીને કાર અને મૃતદે સળગાવી દીધા

રાત્રે અંધારું થતાં મહિલાના ભાઈએ તેના વધુ એક મિત્રને પણ આ ગુનામાં સામેલ કરી લીધો. ચારેય આરોપીઓ કારમાં મૃતદેહ ભરેલો બોરો લઈને જંગલમાં ઊભેલી કાર પાસે પહોંચ્યા. તેમણે મૃતદેહવાળો બોરો કારની વચ્ચેની સીટ પાસે મૂકી દીધો. યોજના મુજબ, મહિલાના ભાઈએ કાર ડ્રાઈવ કરીને પાદરા ગામ તરફ હાથમતી નદીના કિનારે નર્જન જગ્યાએ પહોંચી ઉભી રાખી આરોપીઓએ કાર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. આ આગમાં કાર સાથે ASIનો મૃતદેહ પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જેથી કોઈ ઓળખી શક્યું ન હતું.

ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજે ઉકેલ્યો ભેદ

LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સાબરકાંઠા અને અરાવલી જિલ્લાના અલગ-અલગ માર્ગોના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે કડીઓ જોડવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન પોલીસને એક મોટો પુરાવો હાથ લાગ્યો. કારને આગ ચાંપતા પહેલા આરોપીઓએ વિજયનગર વિસ્તારના એક પેટ્રોલ પંપ પરથી કારમાં રાખીને કેનમાં પેટ્રોલ ખરીદ્યું હતું. આ પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબરના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

પોલીસે પૂરતા પુરાવાઓ એકત્રિત કર્યા બાદ મુખ્ય આરોપી મહિલા હેડ કોન્સ્ટેબલ તેના ભાઈ સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે અને ખાખી વર્દી પર મોટો દાગ લાગ્યો

આ સમાચાર શેર કરો

જાહેરાત