Video: સુરત: પાંડેસરામાં પતિ સાથેના વિવાદ બાદ 35 વર્ષીય મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી

સોર્સ: gstv

સુરતના પાંડેસરા વિસ્તારમાં 35 વર્ષીય મહિલાના આપઘાતની ઘટના સામે આવી છે. મૃતક નિશા વિશ્વકર્માના પતિ છેલ્લા 12 વર્ષથી સુરતમાં કારપેન્ટર તરીકે કામ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ પતિ બહાર ગયા હતા. આ દરમિયાન મહિલાએ બાળકોને બહાર મોકલી દીધા હતા. ઘટનાની જાણ થતાં પતિએ દરવાજો ખોલાવી તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત