Video: હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકના પરિજનોની પીડા

રાજકોટમાં આંબેડકર સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જેમાં આધેડે જીવ ગુમાવ્યો છે. જો કે પોલીસની કામગીરી સામે પરિવારજનોમાં રોષ દેખાઈ રહ્યો છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો..જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બેફામ સ્પીડે આવતી કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ આધેડનું અવસાન થયુ છે.. આ ઘટનામાં માલવિયાનગર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં ફરિયાદ પણ મોડે મોડે નોંધાઈ છે. અને પોલીસને સીસીટીવી પણ મૃતકના પરિવાજનોએ આપ્યા છે. બીજીબાજુ કારચાલક પણ હજુ સુધી પકડાયો નથી.
જાહેરાત











