Video: આમોદ તાલુકા પંચાયતની કચેરી વિવાદમાં

ભરૂચ જિલ્લાની આમોદ તાલુકા પંચાયત કચેરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મુખ્ય દરવાજે તાળું હોવા છતાં સ્લાઇડિંગ બારીમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળતો જોવા મળતા ભારે ચર્ચા જાગી છે. ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨ થી ૩ વાગ્યાના સમયગાળામાં આ ઘટના બની છે...બહાર તાળુ હોવા છતા વ્યક્તિ અંદર શું કરતો હતો તે અંગે તાલુકા પંચાયત સદસ્ય ચિંતન પટેલે સીસીટીવી માંગ્યા છે. સમગ્ર મામલાની સત્યતા તપાસવા માટે તેમણે આરટીઆઈ હેઠળ સીસીટીવી ફૂટેજ મેળવવાની માંગણી કરી છે. ઘટના સમયે TDO વિઝિટ પર હોવાની માહિતી સામે આવી છે, ત્યારે કચેરીની અંદર ખરેખર શું રંધાઈ રહ્યું હતું અને કોઈ અનધિકૃત પ્રવેશ થયો હતો કે કેમ તે જેવા ગંભીર સવાલો ઊભા થયા છે.
જાહેરાત












