મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમોદમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ અનોખું વિરોધ પ્રદર્શન: ગધેડા પર સરઘસ કાઢી રોષ વ્યક્ત કર્યો

આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશવ્યાપી આહ્વાનના ભાગરૂ

તસવીર: gstv

આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશવ્યાપી આહ્વાનના ભાગરૂપે ચૂંટણી પંચ સામે અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ ચોકડીથી રેલી કાઢી હતી. આ દરમિયાન ચૂંટણી કમિશનરનો ગધેડા પર વરઘોડો કાઢીને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા…..કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

આ સમાચાર શેર કરો