મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: આમોદમાં વરસાદ ખેંચાતાં હાહાકાર આકાશમાં વાદળોની ફોજ, પણ મેઘરાજાના રિસામણા!

આમોદમાં વરસાદ ખેંચાતાં હાહાકાર આકાશમાં વાદળોની ફોજ, પણ

તસવીર: gstv

આમોદમાં વરસાદ ખેંચાતાં હાહાકાર

આકાશમાં વાદળોની ફોજ, પણ મેઘરાજાના રિસામણા!

હજારો એકરમાં પાક બળવાના આરે

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં અષાઢ-શ્રાવણ માસ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો તો છવાઈ રહ્યા છે, પરંતુ વરુણદેવ મહેરબાન ન થતાં હજાર એકરમાં વાવેલો પાક પાણી માટે તરસાઈ રહ્યો છે. વાદળોના એંધાણ વચ્ચે પણ અમીછાંટણા ન થતાં આમોદ પંથકનો જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. અવિરત ધૂપ અને વરસાદના અભાવે ખેતરોમાં ભેજ ઝડપથી ઘટી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જમીનમાં મોટી તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. સિંચાઈના અન્ય સાધનો પણ મર્યાદિત હોવાથી જો આગામી દિવસોમાં વરસાદ હજુ વધુ ખેંચાશે, તો ખેતરોમાં લહેરાતો ઉભો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

જમીનમાં પડી તિરાડો, ભેજ સુકાતાં ખેડૂતો ચિંતાતુર!

સુકાતા પાકને નવજીવન આપવા ચાતક નજરે વરસાદની રાહ!

સ્થાનિક ધરતીપુત્રોએ વાવણી, મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ મસમોટી રકમ ખર્ચીને વાવેતર કર્યું હતું. હવે જ્યારે પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે જ કુદરતે મોં ફેરવી લેતાં ખેડૂતોનું તમામ રોકાણ એળે જવાની આશંકા ઊભી થઈ છે. મોંઘા ખર્ચે તૈયાર કરેલો પાક નજર સામે સુકાઈ રહ્યો હોવાથી ખેડૂત આલમ આર્થિક બરબાદીના આરે પહોંચી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી આમોદના ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોનો વાસ્તવિક સર્વે કરાવવાની જોરદાર માગ કરી છે. સરકારની જોગવાઈ મુજબ નુકસાનીનું યોગ્ય વળતર અને સરકારી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી અપીલ કરાઈ છે. હાલ તો આમોદનો ખેડૂત માત્ર મેઘરાજા તરફ મીટ માંડીને બેઠો છે કે ક્યારે વરસાદ વરસે અને તેના મુરઝાતા પાકને સંજીવની મળે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો