મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમોદમાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન, સરકાર સામે રોષ

ભરૂચના આમોદમાં ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં કોં

તસવીર: gstv

ભરૂચના આમોદમાં ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ પ્રદર્શનની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. કોંગ્રેસે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાનો આક્ષેપ કરી સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

આ સમાચાર શેર કરો