મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જંતર-મંતર પર હવે ધરણાં-પ્રદર્શન નહીં થાય! ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, દિલ્હીમાં 3 સ્થળો નક્કી

જંતર-મંતર પર હવે ધરણાં-પ્રદર્શન નહીં થાય! ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, દિલ્હીમાં 3 સ્થળો નક્કી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં ધરણાં અને વિરોધ-પ્રદર્શનના સ્થળોને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે જંતર-મંતરને ધરણાં સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ જંતર-મંતર પર વિરોધ-પ્રદર્શન કરવાની મંજૂરી નહીં મળે. મંત્રાલયે ધરણાં માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ એમ ત્રણ સ્થળોને માન્ય રાખ્યાં છે. આ નિર્ણયથી રાજધાની દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન માટે ઉપલબ્ધ સ્થળો મર્યાદિત બન્યાં છે.

જંતર-મંતરની જગ્યાએ હવે આ 3 સ્થળોએ ધરણાં કરી શકાશે

Jantar Mantar Protest: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણય મુજબ હવે દિલ્હીમાં ધરણાં અને વિરોધ-પ્રદર્શન માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકાશે. અગાઉ જંતર-મંતર વિરોધ-પ્રદર્શનો માટેનું જાણીતું સ્થળ હતું, પરંતુ હવે તેને માન્ય સ્થળોની યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વિવિધ સંગઠનો અને વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારી કરી રહેલા જૂથોની યોજનાઓ પર અસર પડી શકે છે.

CJPના વિરોધ-પ્રદર્શનના આયોજન પર પણ અસર પડી શકે

ઉલ્લેખનીય છે કે CJP દ્વારા ફરી એકવાર જંતર-મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી માગવામાં આવી રહી હતી. આ મામલે દિલ્હી પોલીસને નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જોકે, ગૃહ મંત્રાલય દ્વારા જંતર-મંતરને ધરણાં સ્થળોની યાદીમાંથી દૂર કરતો નિર્ણય જાહેર કરવામાં આવતાં હવે CJPએ પોતાના વિરોધ-પ્રદર્શનના આયોજનમાં ફેરફાર કરવો પડી શકે છે.

આ સમાચાર શેર કરો