મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સાબરકાંઠામાં મગફળીની આવક વધીખેડૂતોમાં ખુશી અને નારાજગી

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લામાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો મોટા પ્રમાણમાં માર્કેટમાં ઉમટી પડ્યા હતા . પ્રતિ ૨૦ કિલોએ ૧૮૦૦ થી ૨૦૦૦ રૂપિયાના ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી . જોકે, હિંમતનગર-અંબાજી અને ઇડર સ્ટેટ હાઇવે પર સાપાવાડા માર્કેટ બહાર મગફળી ભરેલા ટ્રેક્ટરોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી કતારો લાગી હતી , જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો હતો . બીજી તરફ, માર્કેટ યાર્ડ દ્વારા પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો .

આ સમાચાર શેર કરો