ગાંધીનગરમાં ખેલ સહાયકોનું આંદોલન સાતમા દિવસે પણ યથાવત્, કાયમી ભરતીની માગ

ગાંધીનગરમાં સરકાર સામે ખેલ સહાયકોનું આંદોલન સાતમા દિવસે પણ યથાવત્ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી દાડિયા તરીકે કામ કરતા ખેલ સહાયકો કાયમી કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે 19 મહિના પહેલાં કાયમી ભરતીનું આશ્વાસન અપાયું હતું, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વેકેશન દરમિયાન પગાર બંધ રહેતા આર્થિક મુશ્કેલીઓ પણ વધી છે. રાજ્યમાં 5,700 જગ્યાઓ સામે માત્ર 1,757 ખેલ સહાયકો કાર્યરત હોવાનો દાવો કરાયો છે. ખેલ અભિવૃદ્ધિ કસોટી (SAT)ના આધારે હાલના કર્મચારીઓને ભરતીમાં પ્રાધાન્ય આપવા અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવાની માગ છે. ખેલ સહાયકો એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારે ભીખ નહીં, અમારી મહેનતનો હક જોઈએ છે. લાયક હોઈએ તો કાયમી કરો, નહીં તો અમારી જરૂર નથી.
જાહેરાત













