ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે, જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ વિધિવત્ શિયાળાની શરૂઆત થઈ નથી. આગામી દિવસોમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં સૌથી ઓછું 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી ઓછું છે. બીજી તરફ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધુ છે. ડીસામાં 16.8, રાજકોટમાં 16, ભુજમાં 15.7, અમરેલીમાં 15.4 અને વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અનેક શહેરોમાં રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત માછીમારો માટે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ આ અંગે વધુ માહિતી આપશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત