Video: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર

ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાતા સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડા પવનોના સુસવાટાને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે ગાંધીનગરમાં 12.3, કંડલામાં 12.7 અને અમરેલીમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 13.6, વડોદરામાં 15.4 અને અમદાવાદમાં 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન નિષ્ણાતોના મતે સૂકા અને ઠંડા પવનોની ગતિ વધુ હોવાથી તાપમાનના આંકડા કરતાં પણ વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
જાહેરાત












