Video: કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર અકસ્માતોની હારમાળા, સાતનાં મોત બાદ તંત્રનું નિરીક્ષણ

સોર્સ: gstv

કચ્છના ભુજથી ખાવડા જતા નેશનલ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, ત્યારે માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો પ્રવાસીઓ અને સ્થાનિકો માટે જોખમરૂપ બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાવડામાં અદાણી ગ્રૂપના સોલાર પ્રોજેક્ટના નિર્માણ બાદ મોટા વાહનોની અવરજવર વધી છે, જેના કારણે ભુજ-ખાવડા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અન્ય રાજ્યોમાંથી આવતા ભારે વાહનોના ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, છતાં પોલીસ અને RTO દ્વારા પૂરતું નિયંત્રણ રાખવામાં આવતું નથી. તાજેતરમાં ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અગાઉના અકસ્માતોમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતોની ગંભીરતા સામે આવ્યા બાદ કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી ઉચ્ચ અધિકારીઓએ ભુજથી ખાવડા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. જોખમી વળાંકો, સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ અંગે સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે નિર્દોષ લોકોના જીવ ગયા બાદ જ તંત્ર કેમ જાગે છે?

આ સમાચાર શેર કરો

જાહેરાત