Video: અંબાજી હોસ્પિટલનો વીડિયો વિવાદ, ઓપરેશન થિયેટરના દૃશ્યો વાયરલ થતા ડોક્ટર સામે સવાલ

અંબાજી સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પ્રસૂતાના ઓપરેશનનો વીડિયો અને તસવીરો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉકટર કિંજલ પરીખ સામે સિઝેરિયન ડિલિવરી દરમિયાનના દૃશ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. આ પોસ્ટમાં ઓપરેશન ટેબલ પર રહેલા દર્દી, સર્જરીની પ્રક્રિયા તેમજ બહાર કાઢવામાં આવેલા અંગ કે ટિશ્યૂના દૃશ્યો Super Productive Day જેવા લખાણ સાથે રજૂ કરાતા વિવાદ વધુ વકર્યો છે. ઓપરેશન થિયેટર જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે મોબાઇલથી રેકોર્ડિંગ કરવાની મંજૂરી કોણે આપી તેવો ગંભીર સવાલ ઉઠ્યો છે...
જાહેરાત














