Video: કોર્પોરેટરોને હર્ષ સંઘવીનો સ્પષ્ટ સંદેશ: 'હોદ્દો મળ્યા પછી સાહેબ ન બનતા, હું મજુરાનો દીકરો છું અને દીકરો જ રહીશ'

સોર્સ: gstv

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તાર મજુરાના અલથાણ ચાર રસ્તા સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે માઈક પર ભલે ઉપમુખ્યમંત્રી કહેવાય, પરંતુ અહીં તેઓ હંમેશા મજુરાના દીકરા તરીકે જ રહેશે. વધુમાં તેમણે ચૂંટણી જીતનો શ્રેય પાયાના કાર્યકર્તાઓને આપતા કહ્યું કે કોઈ વ્યક્તિના નામે નહીં પરંતુ બૂથ ઇન્ચાર્જ અને કાર્યકર્તાઓની મહેનત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને જોઈને જનતા મત આપે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત