Video: સ્નેહ મિલન કાર્યક્રમમાં સીએમએ સાધુસંતોના લીધા આશિર્વાદ, કહ્યું- ‘182 વિધાનસભાનું સ્નેહ મિલન કહીએ તેના કરતા ગુજરાતનું સ્નેહ મિલન છે’

અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સાધુસંતોના આશીર્વાદ લીધા હતા અને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલીને સૌને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને યાદ કરી હતી અને ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ લખપતિ દીદીઓ બની હોવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને સંદેશ આપતા કહ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી જીતવાનો જ નથી, પરંતુ જનતાનું હૃદય જીતવાનો છે.
જાહેરાત















