Video: ભાજપનો સ્નેહમિલન સમારોહ, ધારાસભ્ય બચુભાઈ ખાબડનો કોંગ્રેસને વિકાસના મુદ્દે જાહેર ડિબેટનો પડકાર

સોર્સ: gstv

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નૂતન વર્ષના પ્રારંભે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીથી લઈને મુખ્યમંત્રી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો દબદબો જોવા મળ્યો હતો. આ પ્રસંગે બચુભાઈ ખાબડે કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેતાં વિકાસના કામોને લઈને જાહેરમાં ડિબેટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત