Video: ધોળકાના સરગવાળા ગામે પાઇપલાઇન વિવાદમાં પોલીસ પર હુમલાનો મામલો, ખેડૂત આગેવાન સહિત 7 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સોર્સ: gstv

22મી નવેમ્બરે ધોળકાના સરગવાળા ગામે સર્જાયેલા ઘર્ષણમાં પોલીસ જવાનો ઉપરાંત ઘણા ખેડૂતો પણ ઈજાગ્રસ્ત થયા હતા. કોઠ પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. બાવળા કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બચાવ પક્ષના વકીલની દલીલો બાદ કોર્ટે 26 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતાં હાલ તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત