Video: જેતપુરમાં ૧૦ જાન્યુઆરીએ કિસાન મહાપંચાયત, વીજલાઈન સહિતના ખેડૂતોના મુદ્દાઓને લઈ સરકાર પાસે માંગશે જવાબ

સોર્સ: gstv

મોરબી-જેતપર ખેડૂત સત્યાગ્રહ છાવણી દ્વારા આગામી ૧૦ જાન્યુઆરીના રોજ જેતપુર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પાટીદાર સંસ્થાના આગેવાન જગદીશ કોટડીયાની મધ્યસ્થીથી ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. પરંતુ આ માંગણીઓ અંગે કોઈ નિર્ણય ન આવતા હવે ખેડૂતોએ આગામી રણનીતિ ઘડવા કિસાન મહાપંચાયત બોલાવી છે. આ મહાપંચાયતમાં માત્ર વીજલાઇનનો મુદ્દો જ નહીં પરંતુ ખેડૂતોને લગતા અન્ય તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પણ આવરી લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત