Video: જાણીતા કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધન પર ગુજરાતી સાહિત્ય જગતે વ્યક્ત કર્યો

સોર્સ: gstv

સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી વ્યાપી છે. અમદાવાદમાં થલતેજ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવાયા. તેમના અંતિમ દર્શન માટે પદ્મશ્રી તુષાર શુક્લ, પૂર્વ આઈએએસ અધિકારી અને લેખક ભાગ્યેશ ઝા તેમજ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા. અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાહિત્ય જગતના મહાનુભાવોએ કવિ રાજેન્દ્ર શુક્લાની રચનાઓ, ગ્રંથો અને પોતાની સાથેની મુલાકાતોની પળોને વાગોળી હતી. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ પણ ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લના પાંચ ગ્રંથો ખૂબ મહત્ત્વના હતા, જે તેમના એક મિત્રએ પ્રકાશિત કરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત