Video: કવિ રાજેન્દ્ર શુક્લના નિધનથી સાહિત્ય જગતમાં શોક, અંતિમ દર્શને પહોંચેલા મહાનુભાવો થયા ભાવુક

સોર્સ: gstv

ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લના નિધનથી સાહિત્ય અને કવિતા જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના અંતિમ દર્શન માટે સાહિત્ય, શિક્ષણ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો પહોંચ્યા હતા. પદ્મશ્રી તુષાર શુક્લ, પૂર્વ IAS અધિકારી અને લેખક ભાગ્યેશ ઝા તેમજ કુમારપાળ દેસાઈએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સાહિત્ય સાથે જોડાયેલા મહાનુભાવોએ રાજેન્દ્ર શુક્લ સાથેના સંસ્મરણો વાગોળ્યા

આ પ્રસંગે પદ્મશ્રી તુષાર શુક્લ ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજેન્દ્ર શુક્લના નિધનને કવિ જગત માટે મોટી ખોટ ગણાવી હતી. પૂર્વ IAS અધિકારી અને લેખક ભાગ્યેશ ઝાએ પણ ભાવુક શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'મેં આજે મારા ગુરુને ગુમાવ્યા છે.' તેમણે જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લ પાસેથી તેમણે ઘણું ભણવાનું અને શીખવાનું મેળવ્યું છે. તેમના નિધનથી કવિ અને સાહિત્ય જગતમાં મોટી ખોટ વર્તાશે.

જાહેરાત

બીજી તરફ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ પણ રાજેન્દ્ર શુક્લને યાદ કરતાં ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લના નિધનથી સાહિત્ય જગતને ખૂબ મોટી ખોટ પડી છે. તેમના પાંચ ગ્રંથો ખૂબ જ મહત્ત્વના હતા. આ ગ્રંથો કોઈ પ્રકાશન સંસ્થા દ્વારા નહીં, પરંતુ તેમના એક મિત્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આમ, સાહિત્ય સાથે જોડાયેલા મહાનુભાવોએ તેમને યાદ કરી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત