Video: જામનગરમાં ACBનો સપાટો, રૂ. 8 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર રંગેહાથ ઝડપાયા

આવકવેરા રિટર્નનું ક્લોઝ થયેલું એસેસમેન્ટ ઓડિટ માટે ફરી ન ખોલવાના અવેજમાં અધિકારીએ ફરિયાદી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદના આધારે જામનગર ACBના PI એ.આર. ગોહિલ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી લાંચ સ્વીકારતા આરોપીને દબોચી લીધા હતા. પોલીસે આરોપીની કારમાંથી લાંચની સંપૂર્ણ 8 લાખ રૂપિયાની રકમ રિકવર કરી છે. ACBની આ કડક કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત













