Video: છેતરપિંડીના આક્ષેપો વચ્ચે વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્પષ્ટતા, માધવપ્રિય અને દર્શનપ્રિય સ્વામી સાથે અધિકૃત સંબંધ નહીં

સોર્સ: gstv

વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાએ છેતરપિંડીના આક્ષેપો વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સંસ્થાએ માધવપ્રિય સ્વામી અને દર્શનપ્રિય સ્વામી સાથે કોઈપણ પ્રકારનો અધિકૃત સંબંધ ન હોવાનો ખુલાસો કર્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર બંને સ્વામીઓનાં નામ વડતાલ મંદિરના સત્તાવાર રજિસ્ટરમાં નોંધાયેલા નથી. વધુમાં સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે બંને સ્વામીઓના નામે થતી કોઈપણ પ્રવૃત્તિ કે નાણાકીય વ્યવહારને વડતાલ મંદિરની અધિકૃત પ્રવૃત્તિ ગણવા નહીં. આ સ્પષ્ટતા દ્વારા સંસ્થાએ બંને સ્વામીઓથી પોતાનું અંતર દર્શાવ્યું છે. બીજી તરફ છેતરપિંડીના આક્ષેપો અને સંસ્થાના આ ખુલાસાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત