182 બેઠકોના સ્નેહમિલન વચ્ચે 82નો ઉલ્લેખ! જગદીશ વિશ્વકર્માને લઈને કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ વચ્ચે કોંગ્રેસે કર્યા પ્રહાર, ગુજરાતમાં ભાજપની જમીની સ્થિતિ ખરાબ હોવાનો લગાવ્યો આક્ષેપ.
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર નિવેદનબાજી તેજ બની છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદનને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
આજે ભાજપ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે આ કાર્યક્રમને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસનો સવાલ છે કે, જ્યારે ભાજપ 182 બેઠકો પર સ્નેહમિલનના કાર્યક્રમો યોજી રહ્યું છે, ત્યારે જગદીશ વિશ્વકર્માના નિવેદનમાં 82 બેઠકોનો ઉલ્લેખ કેમ થયો?
કોંગ્રેસે કટાક્ષ કરતાં કહ્યું કે, શું ભાજપને ગુજરાતમાં પોતાની જમીની સ્થિતિનો અહેસાસ થઈ ગયો છે? શું 182 બેઠકોના કાર્યક્રમો પાછળ જનતાની નારાજગી છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
કોંગ્રેસના આક્ષેપ મુજબ ગુજરાતની જનતા ભાજપના શાસનથી અસંતુષ્ટ છે અને મોટા કાર્યક્રમો યોજવાથી લોકોનો આક્રોશ છુપાવી શકાય તેમ નથી.
હવે સવાલ એ છે કે ભાજપ 182 બેઠકોના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે કે પછી 82 બેઠકોનો આંકડો રાજકીય ચર્ચાનો નવો મુદ્દો બનશે?











