Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After all, who were the two pilots who saved the lives of 182 people by handling the cockpit

આખરે એ બે પાઈલટ કોણ હતા, જેમણે સમયસર કોકપિટ સંભાળીને 182 લોકોનો જીવ બચાવ્યો?

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
આખરે એ બે પાઈલટ કોણ હતા, જેમણે સમયસર કોકપિટ સંભાળીને 182 લોકોનો જીવ બચાવ્યો?
સોર્સ : gstv

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈદુબઈ (Flydubai)ની ફ્લાઈટમાં સર્જાયેલી ખતરનાક ઘટના બાદ બે અજાણ્યા પાઈલટ (Pilots) ચર્ચામાં આવ્યા છે. કોકપિટ (Cockpit)માં કો-પાઈલટે કેપ્ટન પર હુમલો કર્યા બાદ વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું હતું. તે સમયે ડ્યૂટી માટે મુસાફરી કરી રહેલા બે વધારાના પાઈલટ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનની કમાન સંભાળી લીધી. બંનેએ સ્થિતિ કાબૂમાં લઈને વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત લેન્ડિંગ (Safe Landing) કરાવ્યું. જોકે, ઘટના બાદ ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ફ્લાઈદુબઈએ આ બંને પાઈલટની ઓળખ જાહેર કરી નથી.

App Store

કોકપિટમાં હુમલા બાદ સર્જાઈ અફરાતફરી

ફ્લાઈટમાં શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને સંઘર્ષના અવાજો આવવા લાગ્યા. મુસાફરોના જણાવ્યા પ્રમાણે કો-પાઈલટે કેપ્ટન પર વારંવાર હુમલો કર્યો હતો. કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલ્યો. ત્યારબાદ એક મુસાફરે હુમલાખોર કો-પાઈલટને બહાર ખેંચી લીધો અને અન્ય મુસાફરોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.

એક પાઈલટે તરત સંભાળી વિમાનની કમાન

આ દરમિયાન વિમાનમાં ડ્યૂટી માટે મુસાફરી કરી રહેલા એક વધારાના પાઈલટ કોકપિટ તરફ દોડી આવ્યા. મુસાફર ડેનિયલ શ્લિક્ટરના જણાવ્યા મુજબ, આ પાઈલટ મુસાફરોની વચ્ચેથી ઝડપથી કોકપિટ સુધી પહોંચ્યા અને કોઈ પણ ગભરાટ વિના પાઈલટની સીટ સંભાળી લીધી. તેમણે તરત વિમાનને સ્થિર કરવાની પ્રક્રિયા શરૂ કરી. થોડા સમય બાદ બીજો વધારાનો પાઈલટ પણ કોકપિટમાં પહોંચ્યો.

બંને પાઈલટે કોકપિટનો દરવાજો બંધ કરી દીધો અને વિમાનને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો. મુસાફરના જણાવ્યા પ્રમાણે પ્રથમ પાઈલટની કામગીરી એવી હતી કે જાણે તેને સંકટની સ્થિતિમાં શું કરવું તે સંપૂર્ણપણે ખબર હોય.

વિમાન ઝડપથી નીચે ધસી ગયું, રડરનો ભાગ તૂટ્યો

બંને પાઈલટ કોકપિટમાં પહોંચ્યા ત્યાં સુધીમાં વિમાન ખૂબ ઝડપથી નીચે આવી ગયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે વિમાનની પૂંછડીમાં આવેલા રડરનો (Rudder) એક ભાગ પણ તૂટી ગયો હતો. વિમાનને ફરી સ્થિર કરવામાં લગભગ 10 મિનિટ કે તેનાથી વધુ સમય લાગ્યો હોવાનું મુસાફરે જણાવ્યું.

આ દરમિયાન વિમાનમાંથી ‘મેડે’ (Mayday) ઈમરજન્સી સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો. પાઈલટ સતત એવી જગ્યાની શોધમાં હતા જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી શકાય.

45 મિનિટ બાદ મળ્યો સુરક્ષિત લેન્ડિંગનો સંદેશ

લગભગ 45 મિનિટ સુધી મુસાફરો ભારે તણાવમાં રહ્યા. કોકપિટમાં બેઠેલા પાઈલટો સાથે સીધી વાતચીત ન થતાં કેટલાક મુસાફરોને એવી પણ ચિંતા થઈ કે વિમાનને હાઈજેક (Hijack) કરીને અન્ય દેશમાં લઈ જવામાં ન આવે.

પરંતુ અંતે કોકપિટમાંથી જાહેરાત કરવામાં આવી કે વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવશે. આ જાહેરાત બાદ મુસાફરોને રાહત મળી અને થોડા સમય પછી વિમાન સુરક્ષિત રીતે તબુક એરપોર્ટ પર ઉતર્યું. ફ્લાઈટમાં સવાર 182 મુસાફરોનો જીવ બચી ગયો.

‘આજે જીવતા છીએ તો તેમના કારણે’

મુસાફર ડેનિયલ શ્લિક્ટરે બંને વધારાના પાઈલટની બહાદુરીને સલામ કરી હતી. તેમના મતે સંકટની સૌથી નિર્ણાયક ઘડીએ કોકપિટ સંભાળનાર પાઈલટે જે રીતે વિમાનને કાબૂમાં લીધું તે અસાધારણ હતું. હાલ ફ્લાઈદુબઈએ બંને ‘હીરો પાઈલટ’ના નામ કે તેમની વ્યક્તિગત માહિતી જાહેર કરી નથી.