Video: દેવ દિવાળીની તૈયારીઓ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેવ દિવાળી પહેલાં વારાણસી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગંગા નદી અને વિવિધ ઘાટોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઘાટો પર સુરક્ષા વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગંગા નદીમાં બોટ અને અન્ય વ્યવસ્થાઓની પણ તપાસ કરવામાં આવી હતી. દેવ દિવાળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ વારાણસી પહોંચવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જાહેરાત














