Video: ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણી

સોર્સ: gstv

પંજાબના અમૃતસરથી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે 1,822 શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જવા રવાના થયા છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક દ્વારા આ વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારા જન્મસ્થાન નનકાણા સાહિબ સહિત ઐતિહાસિક ગુરુદ્વારાઓનાં દર્શન કરશે. આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. SGPCના કાર્યકારી સમિતિના સભ્ય રવિન્દર સિંહ ખાલસાએ યાત્રા અંગે વિગતો આપી હતી. જ્યારે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજ્જે પણ આ ધાર્મિક યાત્રા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત