Video: તુમકુરુમાં ડોક્ટરના ઘરેથી સોનાની ચોરી

સોર્સ: gstv

તુમકુરુ શહેરમાં એક ડોક્ટરના નિવાસસ્થાનેથી આશરે ૨૨૦ ગ્રામ વજનના સોનાના દાગીનાની ચોરી થવાની ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસ દરમિયાન ઘરમાં કામ કરતા ઘરઘાટીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરાયેલા તમામ સોનાના દાગીના, કિંમતી સામાન અને ગુનામાં વપરાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત