Video: ઇન્દોરમાં બિલ્ડર પર ફાયરિંગ મામલે ખુલાસો

સોર્સ: gstv

ઇન્દોર શહેરમાં જાણીતા બિલ્ડર મનીષ ગોધાની ઓફિસ અને નિવાસસ્થાન બહાર થયેલા ફાયરિંગના બનાવ અંગે પોલીસે તપાસ તેજ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજેશ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કુખ્યાત રોહિત ગોદારા ગેંગનો હાથ હોવાની પ્રબળ શંકા છે. પોલીસની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હુમલાખોરોની શોધખોળ કરી રહી છે. બિલ્ડર પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત