Video: ધમકીઓ વચ્ચે ઇન્દોરમાં દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ, 45 ફૂટ ઊંચા એલિવેટરથી કરી એન્ટ્રી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાયો હતો.દિલજીતે 45 ફૂટ ઊંચા એલિવેટરથી મંચ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાર્યક્રમની શરૂઆત તેમણે 'જય શ્રી મહાકાલ'ના જયઘોષ સાથે કરી હતી અને કહ્યું હતું કે ન પહેલાં અટક્યો હતો, ન આગળ અટકીશ. આ દરમિયાન તેમણે શાયર રાહત ઇન્દોરીની જાણીતી ગઝલની પંક્તિઓ રજૂ કરી કાર્યક્રમ રોકવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, કોન્સર્ટ પહેલાં મળેલી બોમ્બ વિસ્ફોટની ધમકીઓને પગલે પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડ્રોનની મદદથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જાહેરાત








